સરકારે નોટબંધી અને તેની અસરો અંગે પોતાનુ સ્ટેન્ડ ક્લિયર કર્યુ. નાણાંપ્રધાન અરૂણ જેટલીએ કહ્યુ કે, કોંગ્રેસે વર્ષો સુધી માત્ર એક પરિવારની સેવા કરી છે, જ્યારે એનડીએ સરકારે દેશની સેવા કરી છે. કોંગ્રેસે ક્યારેય કાળાનાણાં મામલે વિચાર્યુ નથી. જેથી વર્તમાન સરકારે નોટબંધીથી કાળાનાણાંને ડામવાનો પ્રયાસ કર્યો.

જેટલીએ દાવો કર્યો કે, નોટબંધીથી ટેરર ફંડિગ પર અંકુશ લાગ્યો છે અને દેશની ઈકોનોમી ડિઝિટલ ટ્રાન્ઝેક્શન તરફ વળી રહી છે. 10 વર્ષ સુધી કોંગ્રેસના શાસનમાં પોલિસી પેરાલિસીસ હતુ, પરંતુ દેશની અર્થવ્યવસ્થાના ભવિષ્ય માટે આ બદલાવ જરૂરી હતો. નોટબંધીએ અર્થતંત્રની પરિભાષા બદલી છે.

જેટલીએ એમ પણ કહ્યુ કે, બેન્કોમાં જમા કરાવવાથી કાળાનાણાં સફેદ નથી થઈ જતા. અગાઉ જીડીપીના 12.2 ટકા રોકડ હતી અને વધુ પડતી રોકડ એ ભ્રષ્ટાચારનું કારણ બને છે. એનડીએ સરકારના કાળાનાણાંના અભિયાન સામે આ એક યોગ્ય પગલુ હતુ.