દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બળાત્કાર કરનારા દોષિતોને ફાંસીની સજાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, દિલ્હી સરકાર આ માટે નવી અદાલતો બનાવવા માટે આર્થિક મદદ માટે તૈયાર છે.

કેજરીવાલે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલના એક ટ્વિટનો જવાબ આપ્યો હતો. માલીવાલે દિલ્હીના કંઝાવાલા વિસ્તારમાં એક સાત વર્ષની બાળકી પર રેપ કેસ અંગે ટ્વિટ કર્યું હતું. જેના જવાબમાં કેજરીવાલે ટ્વિટ કર્યું કે, બળાત્કાર કરનારા દોષિતોને છ મહિનાની અંદર મોતની સજા મળવી જોઇએ, ત્યારે રેપના કેસમાં ઘટાડો થશે.

આ માટે દિલ્હી સરકાર નવી અદાલતો બનાવવા માટે આર્થિક મદદ કરશે. આ અગાઉ માલીવાલે કહ્યુ હતું કે સગીર બાળકીઓ પર બળાત્કાર કરનારાઓને છ મહિનાની અંદર મોતની સજા મળે. પોલીસના મતે શનિવારે સગીરા પર બળાત્કારના આરોપમાં બે સગીરોની ધરપકડ કરવામાં આવી છે.