રામલીલા મેદાનમાં સમાજસેવી અન્ના હજારેના અનશનનો આજે બીજો દિવસ છે ત્યારે આજે તેમની તબિયત બગડી હતી. તેમને મંચ પરથી હટાવવામાં આવ્યા હતા.તબીબોની ટીમે તેમનું ચેકઅપ કર્યુ હતુ. અન્નાની ટીમના સભ્યોના મતે 81 વર્ષની ઉંમરે પાણી ન પીવાના કારણે શરીર કમજોર થઈ રહ્યુ છે.

અન્નાના આંદોલનના બીજા દિવસે પણ હાર્દિક પટેલ આવવાની સંભાવના જોવા મળી જોકે સત્તાવાર આ અહેવાલની પુષ્ટી થઈ ન હતી. બીજીતરફ આંદોલન સાથે જોડાનારાઓને અન્ના અને તેમની ટીમે એક સોગંદનામા પર હસ્તાક્ષર કરાવ્યા છે.આ સોગંદનામાં લખવામાં આવ્યુ છે કે, આંદોલનમાં ભાગ લેનાર કોઈ વ્યક્તિ રાજનીતિક પક્ષમાં સામેલ નહી થાય કે ચૂંટણી નહી લડે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...