કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમા બીજા દિવસે બોલિવુડની સુંદરીઓ તહેલકો મચાવી રહી છે. બોલિવુડ અભિનેત્રીઓનો જલવો પણ કંઈ ઓછો નથી. શુક્રવારે દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મોત્સવમાં પોતાના અંદાજનો જલવો વિખેર્યો હતો.

બધાની નજર દીપિકા પર જ ટકેલી હતી. તો સમાચારોમાં પણ તે છવાયેલી રહી. ફોટોગ્રાફર્સ સતત તેની પાછળ કેમેરો પકડીને તેની ક્લિક્સ લેવા માટે ચાલી રહ્યા હતા. કાન્સમાં આવેલી દીપિકા પાદુકોણની આ તસવીરોમાં તેનો દરેક અંદાજ ક્લિક થયો છે. કાન્સમાં બીજા દિવસે દીપિકા બહુ જ સ્ટનિંગ અવતારમાં નજર આવી રહી હતી. બીજા દિવસે તે ડાર્ક પિંક કલરના આઉટફીટમાં પહોંચી હતી.

1 / 10
સંપૂર્ણ લેખ વાંચવા માટે...