રશિયામાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં કારમાં સેક્સ કરી રહેલા એક યંગ કપલનું મોત થયું છે. કાર ગરમ રહે તે માટે આ કપલે એન્જિન ચાલું રાખ્યું હતું, અને તેના કારણે કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જતાં આ કપલે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.

આ કપલની ઓળખ આર્તેમ એસ અને અન્ના ડી તરીકે થઈ શકી છે. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી જ એકબીજાની સાથે રિલેશનમાં હતાં. આ કપલ આર્તેમના ઉફા સ્થિત આવેલા ફેમિલી હોમમાં હતું. બાશકોર્તોસ્તાનમાં આવેલા શહેરમાં રહેતું આ કપલ પરિવારજનોને પોતે બહાર જાય છે તેમ કહી નીકળ્યું હતું. જોકે, 18 વર્ષના આર્તેમ અને 20 વર્ષની એન્ના ઘરના ગરાજમાં જ હતા, અને તેમની સ્કોડા ફેલિસિઆ કાર રિનોવેટ કરી રહ્યાં હતાં.

તે જ વખતે બંનેએ સેક્સ માણ્યું હતું, અને કારમાં ગરમી રહે તે માટે એન્જિન ઓન રાખ્યું હતું, જેમાં તેમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. એન્નાનો બોયફ્રેન્ડ પોતે ગાડીઓનો જાણકાર હતો. પોલીસનું માનવું છે કે, ઘરની બહાર તાપમાન માઈનસમાં હતું, શક્ય છે કે, ઠંડીથી બચવા માટે તેમણે હિટર ચાલુ રાખ્યું હોય અને તેના કારણે તેમનો શ્વાસ ગૂંગળાઈ ગયો હોય.