ગુજરાતમાં સની લિયોનીની કોન્ડોમ એડનો ચારેબાજુએથી વિરોધ થઈ રહ્યો છે. નવરાત્રી પર થનારા ગરબા સાથે જોડીને એક એડના બેનરો સુરતમાં લગાવાવમાં આવ્યા હતા.

જ્યારે લોકોએ આ એડનો વિરોધ કર્યો તો ઉધનામાં 15 પોલીસકર્મી એડનીસુરક્ષા માટે ઉભા રાખવામાં આવ્યા હતા. બાદમાં આ જાહેરાતના હોર્ડિંગને ઉતારવામાં આવી હતી. એક જાણીતી કોન્ડોમ કંપનીએ નવરાત્રી પર્વે કોન્ડોમનું કેમ્પેન ચલાવવા વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ સહિત આખા દેશમાં હોર્ડિંગ્સ લગાવ્યાં હતાં.

જેમાં લખ્યું છે કે, આ નવરાત્રીએ રમો પણ પ્રેમથી…’ નવરાત્રી પર્વ અને મા અંબેની અરાધનાને સેક્સ સાથે જોડતાં કોન્ડોમનાં આવાં હોર્ડિંગ્સનો સોશિયલ મીડિયા પણ યંગસ્ટર્સે ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.