જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રદૂષણ મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા આવતી કાલે જળસમાધિ લેવાના છે. લલિત વસોયાને પાસના કનવીનર હાર્દિક પટેલે સમર્થન આપ્યું છે.

હાર્દિક ઉપરાંત લલિત વસોયાના સમર્થનમાં કોંગ્રેસના 11 ધારાસભ્યોએ પણ સમર્થન કર્યુ છે. લલિત વસોયા છેલ્લા ઘણા સમયથી ભાદર – બે ડેમમાં છોડવામાં આવતા દૂષિત પાણ મામલે વિરોધ કરી રહ્યા છે. લલિત વસોયાનો આક્ષેપ છે કે, અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતા પ્રદૂષણ બોર્ડ દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી, જેથી જળસમાધી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.