પાસ કન્વિનરમાંથી કોંગ્રેસ ધારાસભ્ય બનેલા લલિત વસોયાએ કેસરીયો ખેસ પહેરવાની તૈયારી બતાવી છે. જેના કારણે કોંગ્રેસ બેડામાં ચકચાર મચી ગઈ છે. અનામત મુદ્દાને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલા આ નિવેદનમાં ભાજપની તરફેણ કર્યાનું સામે આવ્યું છે.

રામદાસ આઠવલેએ કોંગ્રેસની ઉપેક્ષા કરી જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે અનામત મેળવવા માટે ભાજપનું સમર્થન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે કોંગ્રસ પાર્ટીના હાલ વળતા પાણી છે, ત્યારે કોંગ્રસને સંમર્થન આપી પાટીદારો કોઈ દિવસ અનામત નહીં મેળવી શકે. એટલે ભાજપ સાથે મિત્રતાનો હાથ મિલાવી લલિત વસોયાએ કોંગ્રેસની ઉંઘ હરામ કરી દીધી છે. વધુમાં લલિત વસોયા એનડીએમાં જોડાવા માટે તૈયાર હોય અને બંધારણીય અનામત મળી શકે તેમ હોય તો ભાજપ સાથે ખભેખભો મિલાવી ચાલવાની તૈયારી બતાવી છે.

1 / 2
સંપૂર્ણ લેખ વાંચવા માટે...