2019ની સામાન્ય ચૂંટણીઓ માટે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન થવાનો ભરોસો અપાવ્યો છે. નવગઠન બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબ્લ્યૂસી)ની પહેલી બેઠક બાદ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે, સપા અધ્યક્ષ અખિલેશ યાદવની કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાના અહેવાલો માત્ર સૌથી વધુ સીટો મેળવવા માટેનો પ્રયાસ છે.

ગઠબંધનની સંભાવનાઓ માટે રાહુલ ગાંધીએ એક ગ્રુપ પણ બનાવ્યું છે. જો કે પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમે કહ્યું કે, જે રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં તેમને એકલા જવું જોઈએ, અને જરૂર પડે ત્યાં મહાગઠબંધન કરવું જોઈએ. સીડબ્લ્યૂસીના સૌથી વધુ સભ્યોએ જોર આપ્યું કે, કોંગ્રેસે સંયુક્ત વિપક્ષનું નેતૃત્વ કરવું જોઈએ કારણ કે તેમની સૌથી વધુ રાજ્યોમાં પહોંચ છે.

અંબિકા સોની અને મલ્લિકાર્જુન ખડગે જેવા સીનિયર કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે, સીડબ્લ્યૂસીએ ગઠબંધન અને 2019ની રણનીતિ બનાવવા માટે રાહુલ ગાંધીને જવાબદારી સોંપી છે. સીડબ્લ્યૂસીએ ગઠબંધનના મુદ્દા પર વિચાર કર્યા. અલગ અલગ રાજ્યોમાં ગઠબંઘનને લઈને એક રણનીતિ બનાવવામાં આવશે.