માલદીવ ચીનમાં ઝડપથી પગ પેસારો કરી રહ્યું છે. માલદીવની દખલગીરીના અમેરિકાની ઉંઘ ઉડી ગઇ છે. માલદીવમાં ચીનની દખલગીરી ભારત માટે પણ ચિંતાનો વિષય છે. થોડા સમય પહેલાં જ માલદીવાના એક પૂર્વ મંત્રીએ ચીન પર માલદીવમાં જમીન પચાવાનો આરોપ મૂકયો હતો.

તેમણે કહ્યું હતું કે જો આ સ્થિતિ પર કાબૂ મેળવ્યો નહીં તો ભારત અને અમેરિકા બંને દેશ માટે મોટો ખતરો ઉભો થઇ શકે છે. આ આરોપોની વચ્ચે પેંટાગને શનિવારના કહ્યું કે આ અમેરિકા માટે ચિંતાનું કારણ છે. પેંટાગનના ટોચના અધિકારી જોઇ ફેલ્ટરે કહ્યું કે અમેરિકા એક સ્વતંત્ર અને ખુલ્લા ઇન્ડિયા-પેસિફિક નિયમો માટે પ્રતિબદ્ધ છે. પરંતુ જ્યાં સુધી ચીનના પ્રભાવની વાત છે. ત્યાં માલદીવમાં ચિંતા ઉપજાવી રહેલી ગતિવિધિઓ જોવા મળી છે. અધિકારીએ કહ્યું કે આ સ્થિતિ અમેરિકા અને ભારત બંને માટે ચિંતાજનક છે. હવે જોવાનું છે કે આ સ્થિતિમાંથી કેવી રીતે છુટકારો મેળવી શકાય છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...