ચીને તાઈવાનને ધમકી આપી છે કે દલાઈ લામાની તાઈવાન મુલાકાતથી સંબંધો પર ભારે અસર પડશે. તાઈવાને એક સાંસદને તિબેટના નિરાશ્રિત આધ્યાત્મિક નેતાને પોતાના દેશમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. તેની પ્રતિક્રિયામાં ચીને તાઈવાનને ધમકી આપી છે.

તાઈવાન પર પોતાના અધિકારનો દાવો કરનારા ચીને તાઈપેની નવી સરકારના રાષ્ટ્રપ્રમુખ સાઈ ઈંગ-વેન દ્વારા દલાઈ લામાના પ્રવાસને મંજૂરી આપવાની શંકાને કારણે કહ્યું છે કે, બીજિંગ આવી મુલાકાતનો સખત વિરોધ કરે છે. ચીનના તાઈવાન મામલાના પ્રભારી મા શિઆઓગુઆંગને મીડિયાને જણાવ્યું છે કે, તાઈવાનમાં કેટલીક શક્તિઓનો ઈરાદો તિબેટની આઝાદીની માગણી કરનારા ભાગલાવાદીઓ સાથે સાંઠગાંઠ કરીને મુશ્કેલી ઉભી કરવાનો છે.

1989માં નોબલ શાંતિ પુરષ્કાર મેળવનારા દલાઈ લામાએ ચીનના કમ્યુનિસ્ટ શાસન વિરુદ્ધ એક નિષ્ફળ વિદ્રોહ બાદ 1959માં નિરાશ્રિત તરીકે ભારતમાં વસવાટ શરૂ કર્યો હતો.