મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યાં છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ 26 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત-સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે ગુજરાતના પ્રવાસને લઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ગુજરાત ભલે આવે, તે જ્યાં જાય છે ત્યાં કોંગ્રેસ હારી જ છે અને ભાજપને ફાયદો થાય છે.

રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા એક વર્ષમાં 80,000 યુવાનોને સરકારી નોકરી અપાવી છે. 10 લાખ યુવાનોને ખાનગી સેક્ટરમાં નોકરી અપાવી છે. છેલ્લા 20 વર્ષના આટલા બધા નાણાં પ્રજાના વિકાસ માટે જ વાપર્યા છે.430 કરોડના ખર્ચે આ વિસ્તારના 52 ગામમાં પાણી પહોંચાડવા મંજૂર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રવાસીઓને રીઝવવા અને બાદમાં ગુજરાતભરમાં લટાર લગાવવા આવી રહ્યાં છે. રાહુલ ગાંધી 25મીના રોજ દ્વારકા આવી જનસંવેદના યાત્રાનું સ્ટાર્ટઅપ કરી ચૂંટણી કાર્ય વેગવંતુ બનાવશે.