સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતીમાં રાણી પદ્મીનીનો કિરદાર કરનાર દીપિકા પદૂકોણે જણાવ્યું હતું કે તેને ડિપે્રશનથી સંપૂર્ણ છુટકારો મળ્યો નથી.

જોહરનું દૃશ્ય ભજવતી વખતે તેના મગજ પર ખરાબ અસર પડી છે અને તે હવે પોતે એકલવાયુ અનુભવી રહી છે. ડિપ્રેશન સાથે મારી લડાઇ હજી પણ ચાલી જ રહી છે. મને હંમેશાં ડિપ્રેશનમાં ફરી સરી ન પડું તેની ચિંતા સતાવતી હોય છે. હું ડિપ્રેશનમાંથી બહાર આવી શકી નથી.

હું અત્યારે ફિલ્મના એક દ્રશ્ય બાદ ફરી ડિપ્રેશનના ઊંંડાણમાં જતી ન રહું તેની ચિંતા કરી રહી છું. મારે માટે આ સૌથી ખરાબ અનુભવમાંનો એક છે. હું ફિલ્મોમાં અભિનય કરી શકુ છું તે વાતથી હું ખૂબ જ ખુશ છું.