24 વર્ષની કંબોડિયન અભિનેત્રી ડેની નૉનને આગામી એક વર્ષ માટે બેન કરવામાં આવી છે. દેશની સરકારના કહ્યા પ્રમાણે ડેની વધારે પડતી સેક્સી છે, જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કંબોડિયા સંસ્કૃતિ અને આર્ટ મિનિસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે, ડેનીના ફેસબુક પર મૂકવામાં આવેલા ફોટોગ્રાફ્સ આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ડેનીને ફેસબુક પર 3 લાખથી વધુ લોકો ફોલો કરી રહ્યા છે.

ડેનીએ પોતાના પર લાગેલા પ્રતિબંધના વિરોધમાં કહ્યું હતું કે, ‘બાકીની અભિનેત્રીઓની તુલનામાં તે એવું કંઈ નથી કરી રહી, જેના માટે તેના પર બેન મૂકવામાં આવે. કંબોડિયામાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જે મારા કરતા પણ વધુ સેક્સી પૉઝ આપે છે અને કિસિંગ સીન્સ પણ આપે છે.’