ગોવામાં બ્રિક્સ દેશોનું સમ્મેલન ચાલી રહ્યું છે. આ સમ્મેલનમાં મોદી જેકેટનો દબદબો જોવા મળ્યો હતો. શનિવારે રાત્રે ડિનરમાં રશિયા, ચીન, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાના વડા પણ જે જેકેટ પહેરીને આવ્યા હતા તે બધા મોદી જેકેટમાં સજ્જ હતા. પ્રધાનમંત્રી મોદી પોતાના ડ્રેસિંગને ખાસ મહત્વ આપે છે.

ત્યારે અન્ય દેશોના વડાઓએ પણ બ્રિક્સ સંમેલનમાં મોદીની ડ્રેસિંગ સ્ટાઈલને અનુસરવાનું પસંદ કર્યુ. આપ જોઈ શકો છો મોદી સાથે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીન મોદી જેકેટમાં જોવા મળી રહ્યા છે, ચીનના રાષ્ટ્રપ્રતિ શી જિનપિંગ પણ મોદી જેકેટમાં જોવા મળી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જૈકબ જુમા અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ મિશેલ મેતર પણ મોદી જેકેટમાં જોવા મળ્યા. પહેલાં આ નેતાઓ સૂટમાં જોવા મળ્યા હતા પણ ગ્રુપ ફોટો દરમ્યાન તમામ નેતાઓ મોદી જેકેટમાં જોવા મળ્યા.

આને એક સંકેત કહી શકાય કે મોદી જેકેટના જલવાથી અન્ય દેશોના વડાઓ પણ પ્રભાવિત થયા અને તેમણે પણ પીએમ મોદી જેવાં જેકેટ પહેરે છે તે જ સ્ટાઇલનું જેકેટ પહેરવાનું ડીનર કાર્યક્રમમાં ખાસ પસંદ કર્યું.