બોલિવુડ એક્ટ્રેસ કૃતિ સેનન અત્યારે ઓમાનમાં વેકેશન એન્જોય કરી રહી છે. દિલવાલે, હિરોપંતી અને રાબ્તા જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલ કૃતિ સેનન એ તેના કેટલાક ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

Tranquility. #oman #calm #alilajabalakhdar

કૃતિ સેનન પ્રમાણે, બોલીવુડમાં બહારના કલાકારોને ટકવાની બાબત વધારે મુશ્કેલ છે. તેના માટે શરૂઆતની ફિલ્મ હિટ થવી જરૂરી છે. નવા કલાકારો માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પડકાર પણ ઘણા છે.

Unplug. And just BE! #MeTime #oman #alilajabalakhdar

કૃતિએે જણાવ્યું કે, તે અત્યારે શાનદાર રીતે આગળ વધી રહી છે. કૃતિ પાસે હાલમાં કેટલીક ફિલ્મો છે. કૃતિએ કહ્યુ છે કે તે હવે બોલિવુડમાં વધુ ફિલ્મો કરવા માટે આશાવાદી બનેલી છે.

કૃતિ સેનન સુશાંત સિંહની સાથે રિલેશનશિપમાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બંને કપલની જેમ રહે છે. એટલું જ નહિ બંને એકબીજાની પ્લેટમાંથી જમતા હોય છે. જો કે, બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.