અભિનેત્રી સોનાક્ષી સિંહા દિગ્ગજ ફેશન ડિઝાઇનર્સ મનીષ મલ્હોત્રા અને અનીતા ડોંગરે સાથેની વેબ સિરીઝ ઇન્ટર્ન ડાયરીઝમાં જોવા મળવાની છે. આ વેબ સિરીઝ દર્શકોમાં ફેશન ડિઝાઇનના કામકાજ અંગેની માહિતી આપશે.

આ વેબ સિરીઝમાં બંને દિગ્ગજ ફેશન ડિઝાઇનર્સ મહેમાન ભૂમિકામાં જોવા મળશે. અભિનયની દુનિયામાં આવતા પહેલાં સોનાક્ષી સિંહા કોસ્ચ્યુમ ડિઝાઇનર હતી. આજના અને પહેલાંના ઇન્ટર્ન વિશે સોનાક્ષીએ જણાવ્યું હતું કે આજના ઇન્ટર્ન ખૂબ જ ટેલન્ટેડ અને સ્માર્ટ છે.

તેમને ફેશન અંગેની ઘણી સમજ છે અને તેઓ પોતે પણ પોતાના મેકઅપ અને વાળ પ્રત્યે ફોકસ હોય છે. આઠ એપિસોડની આ વેબ સિરીઝ પંદરમી મેથી રિલીઝ થશે.