બિટકોઈન તોડ મામલે સીઆઈડી ક્રાઈમે મોટો ઘટસ્ફોટ કર્યો છે. બિટકોઈનના સમગ્ર કાંડનો મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટ છે. શૈલેષ ભટ્ટે બિટકનેક્ટ નામની કંપનીમાં બે કરોડનું રોકાણ કર્યું હતુ. સતિશ કુંભાઈએ શરૂ કરેલી કંપની બંધ થતાં ઘણા લોકોના પૈસા ડૂબ્યા હતા.

ત્યારે શૈલેષે તેના પૈસા મેળવવા માટે કાવતરૂ કર્યું. શૈલેષ ભટ્ટ અને તેના સાગરિતોએ પિયુષ સાવલિયાનુ અપરહરણ કર્યુ. બાદમાં ધવન માવાણીની ધરપકડ કરીને તેની પાસેથી 2256 બિટકોઈ જેની કીંમત 131 કરોડ રૂપિયા પડાવ્યા.

શૈલેષ ભટ્ટે ઈન્કમ ટેક્ષના નકલી અધિકારી બનીને પિયુષનું અપહરણ કર્યું અને તેને ધમકાવીને અપહરણ થયું નથી તેવી ખોટી એફિડેવીટ કરાવીને પૈસા પડાવ્યા.