ભારતની ચાર દિવસીય યાત્રાએ આવેલા ભૂતાનના નરેશ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક સાથે સુષ્મા સ્વરાજે મુલાકાત કરી હતી. ભૂતાન નરેશની સાથે તેમના પત્ની રાની પેમા જેતસુન વાંગચુક અને નાનકડો રાજકુમાર જિગ્મે નામગ્યાલ વાંગચુક પણ ભારત યાત્રાએ આવ્યા છે.

સુષ્મા સ્વરાજે ભૂતાન નરેશ તથા તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન સદા વિદેશ કૂટનીતિ અને રાજકીય કાર્યોમાં વ્યસ્ત રહેતા સુષ્માનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

સુષ્માએ શાહી પરિવારનું ઉમળકા ભેર સ્વાગત કર્યું હતુ સાથે જ નાનાકડા રાજકુમારન હાથમાં ગિફ્ટ આપતી વખતે સુષ્મા તેમના સ્વાભાવિક અંદાજમાં જોવા મળ્યા હતા. હાલમાં તો આ રાજકુમાર અને સુષ્મા સ્વરાજની તસવીરો મીડિયામાં છવાઈ ગઈ છે.

ડોકલામ વિવાદ બાદ ભૂતાનના નરેશ પ્રથમ વાર ભારત યાત્રાએ આવ્યા છે. ત્યારે ડોકલામ વિવાદ બાદ આ મહત્વનો પ્રવાસ માનવામાં આવી રહ્યો છે. ભારથ અને ભૂતાન વચ્ચે સુરક્ષા, સીમા સુરક્ષા, વેપાર, જળ વિદ્યુત, વિકાસ સહયોગ અન જળ સંસાધનોના ક્ષેત્રમાં મહત્વનો સહયોગ છે.