ભોજપુરી ફિલ્મોની બેસ્ટ પ્રોપ્યુલર એક્ટ્રેસનો એવોર્ડ મેળવનારી આમ્રપાલી દુબે સૌથી વધારે ફી લેનારી અભિનેત્રી બની ગઇ છે. વર્ષ 2014માં ફિલ્મ ‘નિરહુઆ હિંદુસ્તાની’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર આમ્રપાલીએ ખુબ જ ઓછા સમયમાં સફળતા પ્રાપ્ત કરી છે. આમ્રપાલી ભોજપુરી ફિલ્મનાં દર્શકોમાં ખુબ જ લોકપ્રિય અભિનેત્રી છે.

તમને જણાવી દઇએ કે, આમ્રપાલી એક ભોજપુરી ફિલ્મ માટે લગભગ 7 થી 9 લાખ રૂપિયા ચાર્જ કરે છે. હાલમાં ભોજપુરી ફિલ્મોમાં સૌથી વધારે ફી લેવાના મામલામાં આમ્રપાલી નંબર વન સ્થાને ચે. 11 જાન્યુઆરી 1987 ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં જન્મેલ આમ્રપાલી વર્ષો પહેલા પોતાના દાદા સાથે મુંબઇમાં શિપ્ટ થઇ ગઇ હતી. આર્મપાલીએ ટીવી સીરિયલ ‘સાત ફેરે’, ‘રહેના હે તેરે પલકો કી છાવ મેં’, ‘મેરા નામ કરેગી રોશન’, અને ‘હોન્ટેડ નાઇટ્સ’માં પણ કામ કર્યુ છે.

આમ્રપાલીએ સૌથી વધારે સફળ ફિલ્મો અભિનેતા દિનેશ યાદવ સાથે આપી છે. બિન્ધાસ્ત અને ઓપન માઇન્ડેડ આમ્રપાલીનું સપનુ ડોક્ટર બનવાનું હતું પરંતુ અભ્યાસમાં મન ન લાગતા તેણે કોલેજ સમયમાં જ ફિલ્મો માટે ઓડિશન આપવાનું શરૂ કરી દીધુ હતું. અને એક દિવસ ‘સાત ફેરે’ સીરિયલમાં તેને કામ કરવાનો ચાન્સ મળી ગયો. હાલમાં તે ભોજપુરી દર્શકોનું દિલ જીતી રહી છે.