ફિલ્મ ‘વીરે દી વેડિંગ’નું બીજુ ગીત રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મની સાથે કરીના કપૂર એકવાર ફરીથી ફિલ્મી પડદે નજર આવશે. ફિલ્મના પહેલા ગીતમાં ચારેય હીરોઈને હોટ લૂકમાં નજર આવી રહી હતી.

તો આજે રિલીઝ થયેલા નવા ગીત ‘ભાંગડા દા સજદા’માં કરીના કપૂર, સોનમ, સ્વરાનો દેશી-સ્ટાઈલિશ લુક નજર આવી રહ્યો છે. ‘વીરે દી વેડિંગ’નું આ નવુ સોન્ગ પંજાબી ભાંગડા સાથે બનેલું છે અને તેના બીટ્સ પણ બહુ જ જોરદાર છે.

ભાંગડા દા સજદા ગીતને નેહા કક્કડ, સૂર્યા રંગનાથન અને શ્વેતા સચદેવાએ પોતાનો અવાજ આપ્યો છે. જ્યારે આ ગીતને ગૌરવ સોલંકીએ લખ્યું છે. ગૌરવ સોલંકીની કલમથી નીકળેલા શબ્દોએ ગીતના દેશી અંદાજને વિદેશી સ્ટાઈલમાં સજાવ્યું છે. તમે પણ જોઈ લો ફિલ્મનું નવું ગીત.