બરફનો ઉપયોગ ઘરમા શરબત ઠંજુ કરવા માટે કર્યો હશે. પરંતુ શુ તમે જાણો છો કે શરબતને ઠંડુ કરવા સિવાય બરફના ઘણા ફાયદાઓ છે. બરફ એ ફક્ત બરફ જ નથી. પરંતુ તેનાથી સ્વાસ્થ્યને લગતા કેટલાક ફાયદાઓ થઇ શકે છે. તો આવો જોઇએ બરફથી થતા કેટલાક એવા ચમત્કારી ફાયદાઓ.

  1. બીમાર થવા પર કડવી દવાઓ ખાવાથી મોંનો સ્વાદ કેટલીક વખત બગડી જાય છે. જો તમે પણ દવા લેતા પહેલા તમારા મોંમાં એક બરફનો ટૂકડો મૂકી દો. તો તમને મોંમાં કડવાશ લાગશે નહીં.
  2. કોઇ પાર્ટી કે લગ્નમાં વધારે જમવાના કારણથી જો તમે પણ અપચાનો શિકાર થયા છો તો એક બરફનો ટૂકડો ચૂસી લો. આમ કરવાથી ખાવાનું જલ્દી પચી જાય છે. તેમજ અપચાની સમસ્યાથી રાહત મળે છે.
  3. કેટલીક વખત ઘણા લોકોને ઇજા થવા પર લોહી નીકળવાની જગ્યાએ લોહી જામી જાય છે. તેમજ તે જગ્યા પર સૂજન આવી જાય છે. તો તે જગ્યા પર બરફ લગાવી લો. દુખાવાની સાથે જામી ગયેલું લોહી પણ સારુ થાય છે.
  4. ઘણા લોકો એવા હોય છે જે લોકોને ભોજન બાદ ઉલટીની સમસ્યા રહે છે. તો ઉલ્ટી થવા પર તમે બરફનો ટૂકડો ચૂસી લો. જેથી ઉલટી બંધ થઇ જાય છે.