ફિલ્મ ‘બાહુબલી’માં પ્રભાસ સાથે એક આઇટમ નંબર ડાંસ કરી ચુકેલી અભિનેત્રી નોરા ફતેહી આ દિવસોમાં ચર્ચામાં છે. એકવાર ફરી નોરાનો ડાન્સિંગ વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. નોરાનો બેલે ડાંસ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. નોરા એક સારી ડાન્સર છે અને તે પોપ્યુલર ગીત પર ડાંસ કરતી હોય છે. યુટ્યૂબ પર પોતાના નામનું એક એકાઉન્ટ પણ છે જ્યાં તે પોતાના ડાંસ વિડીયો અપલોડ કરે છે. તેના વિડીયોને વાયરલ થવામાં વધારે સમય નથી લાગતો.