એક રિક્ષાચાલક ના ફેસબુક પર 10 હજાર ફોલોઅર્સ હશે, એટલું જ નહીં, જોવામાં પણ તેની ઑટોરિક્ષા એવી લાગે જાણે કોઈ IT એક્સપર્ટનું કાર્યાલય હોય! જ્યાં 2 ટેડેક્સ, ટેબ અને લેપટોપ પણ હાજર જોવા મળે. આ છે અન્ના દુરાઈ!

અન્નાદુરાઈ 2012થી 12મા ધોરણનું શિક્ષણ અધૂરું છોડીને ઑટો ચલાવી રહ્યાં છે. તેમણે આસપાસના સૌને તેમની ઑટોરિક્ષાથી ચોંકાવી દીધા છે. તેમની ઑટોરિક્ષામાં કેટલાંયે પ્રકારની પત્રિકાઓ, પુસ્તકો અને નાનકડું ટીવી છે, Wifi કનેક્શન છે. જ્યારે પણ કોઈ ચેન્નાઈવાસી કે બહારની વ્યક્તિ તેમની ઑટોરિક્ષામાં બેસે ત્યારે આશ્ચર્ય પામ્યા વગર નથી રહેતા. ચેન્નાઈના સૌથી લોકપ્રિય ઑટો ડ્રાઈવર તરીકે તેમની ગણના થાય છે.

વિવિધ માધ્યમોમાં તેમના વિશે છપાયા બાદ અન્નાદુરાઈના નેતૃત્વના ગુણ સૌ ગાવા લાગ્યા. અત્યાર સુધી તેઓ 40થી વધુ કોર્પોરેટ કાર્યાલયોમાં ભાષણ આપી ચૂક્યા છે. 31 વર્ષીય અન્નાદુરાઈ હ્યુન્ડાઈ, વોડાફોન, રોયલ એનફિલ્ડ, ડેન્ફો & ગેમેસા જેવી કંપનીઓના કર્મચારીઓને સંબોધિત કરી ચૂક્યા છે. ન માત્ર અહીં જ, પણ બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઈ, પૂણે જેવા શહેરોમાં સંબોધન કરી ચૂક્યા છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...