ટ્વિટરે તાજેતરમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા કલાકારની યાદી બહાર પાડી છે એમાં પણ બોલિવૂડના સ્ટાર્સમાં અમિતાભ બચ્ચન મોખરે છે. બિગ બીએ ટ્વિટર પર ફોલોઅર્સ મામલે શાહરુખ, સલમાન અને આમિર જેવા સુપરસ્ટાર્સને પણ પાછળ છોડયા છે.

ટ્વિટર પર સૌથી વધુ ૩.૭૫ કરોડ ફોલોઅર્સ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના છે તો બીજા નંબરે આવતા અમિતાભ બચ્ચન ૩.૧૫ કરોડ ફોલોઅર્સ ધરાવે છે. ત્રીજા ક્રમે શાહરુખ ખાનના ૩.૦૯ કરોડ, સલમાન ખાન ૨.૮૫ કરોડ, અક્ષયકુમાર ૨.૨૮ કરોડ ફોલોઅર્સ ધરાવે છે.

જ્યારે ૨.૨૪ કરોડ ફોલોઅર્સ સાથે આમિર ખાન પાંચમા ક્રમાંકે છે, ૨.૨૧ કરોડ ફોલોઅર્સ સાથે દીપિકા પદુકોણ છઠ્ઠા અને ૨.૦૯ કરોડ ફોલોઅર્સ છે.