ગુજરાતમા રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનુ છે ત્યારે ગઈકાલે કોંગ્રેસ દ્વારા તેમના બે નામોની જાહેરાત કરાઈ હતી. જેમાં કોંગ્રેસે નારણ રાઠવા અને ડો.અમી યાજ્ઞિકની જાહેરાત થઈ હતી. પરંતુ આ બે નામની જાહેરાત બાદ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થયો હતો.

રાજ્યસભાના ઉમેદવાર જાહેરા થતા જ અન્ય ઉમેદવારોમાં નારાજગી જોવા મળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ સોનલબેન પટેલે નારાજગીને કારણે પ્રમુખ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. અમીબેન યાજ્ઞિકને ટીકિટ અપાતા મહિલા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અન્ય હોદ્દેદારો પણ નારાજ થયા હોય તેમ કોંગ્રેસમાં આંતર કલહ સ્પષ્ટ દેખાઈ આવ્યો હતો.

ગઈકાલે કોંગ્રેસ દ્વારા નારણ રાઠવા અને અમી યાજ્ઞિકના નામની જાહેરાત કરવમાં આવી હતી. મોડી રાત્રે કોંગ્રેસ તરફથી જાહેર થયેલી યાદીમાં ન ધારેલા નામો નીકળતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. સૌરાષ્ટ્રની બોડીએ સાંજ સુધી રાજીનામા આપવાની વાત કરી હતી. કોંગ્રેસ ઓફિસ બહાર કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ ભેગી થઈ હતી અને અમી યાજ્ઞિકને રાજ્યસભાની ટીકીટ આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે રાજ્યસભાના ઉમેદવાર તરીકે એમીબેન યાજ્ઞિકની પસંદગી કરતા મહિલા કોંગ્રેસમાં ભારે આક્રોશ વર્ષોથી સંગઠનમાં જોડાયેલ મહિલા આગેવાનોએ પક્ષ સમક્ષ અન્યાયની લાગણી વ્યકત કરી હતી. જેને કારણે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ સહિતની મહિલા હોદ્દેદારોએ રાજીનામા ધર્યા છે