અમેરિકાએ સીરિયા સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું કે અમેરિકાએ સીરિયા સામે યુદ્ધ શરૂ કરી દીધું છે અને તેમાં બ્રિટન અને ફ્રાંસ પણ સામેલ છે. અમેરિકા,બ્રિટન અને ફ્રાંસે સાથે મળીને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ દ્રારા હાલમાંજ કરાયેલ રાસાયણિક હથિયાર અત્યાચાર સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે.

અમેરિકાએ ટોમહોક મિસાઇલોથી સીરિયાના કથિત કેમિકલ જગ્યાઓને નિશાનો બનાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે તે લગભગ 100 મિસાઇલો અત્યાર સુધી છોડવામાં આવી છે.

સીરિયાની સરકારી ન્યૂઝ એજન્સીના દાવો કર્યો છે કે હુમલામાં હજી સુધી 3 નાગરિક ઘાયલ થયા છે. જે અંગે અમેરિકાનું કહેવું છે કે માત્ર કેમિકલ હથિયારના સંગ્રહ પર એટેક કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન રશિયાએ જવાબી હુમલાની ચેતાવણી આપી છે. ખબરો પ્રમાણે રસિયા અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ બની શકે છે.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...