અસારવા સિવિલ હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરે પોસ્ટ ગ્રેજ્યુએટ હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી છે. 23 વર્ષની મહિલા ડૉક્ટરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે.

જોકે, આ આત્મહત્યા પાછળનું કારણ પરીક્ષાનું ભારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. 23 વર્ષની રુહી હિથાદરાએ રવિવારની સવારે આત્મહત્યા કરી લીધી હતી. તે સિવિલ હોસ્પિટલમાં પિડિયટ્રિક ડૉક્ટર તરીકે તરીકે ફરજ બજાવતી હતી.

તેના પિતા પણ ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે અને રુહીએ વડોદરાના એક ડૉક્ટર સાથે લગ્ન કર્યા હતા. પોલીસ મહિલા ડૉક્ટરની આત્મહત્યાના કિસ્સામાં હોસ્પિટલના સ્ટાફ અને તેના ફ્રેન્ડ્સને પૂછપરછ કરી શકે છે. આ સાથે પોલીસ લાસ્ટ કૉલ અને મેસેજ રેકોર્ડના આધારે પણ તપાસ કરી શકે છે. તો આત્મહત્યા કરનારા ડૉક્ટરે કોઈ ચીઠ્ઠી લઈ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે.