કોઇ પોતાની લાંબી જીભના કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે, એવું કોઇ કહે તો આપણને માન્યમાં ન આવે. પરંતુ, આ વિચારવા જેવી વાત નથી પરંતુ, સાચી હકીકત છે. મોચી મો નામનો એક કૂતરો પોતાની જીભના કારણે ખાસ્સો ચર્ચામાં આવ્યો છે.

તેની લાંબી જીભના કારણે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. આ કૂતરાનું પુરું નામ મોચી મો રિકર્ટ છે. તેની જીભની લંબાઇ 7.31 ઇંચ છે. આઠ વર્ષનો સેન્ટ બનોર્ડ યુએસના સાઉથ ડકોટાના રહેવાસી છે. પોતાની લાંબી જીભના કારણે તે સમગ્ર દુનિયામાં છવાયેલો છે.

મો ના માલિક કાર્લાનું કહેવું છે કે, તેની જીભ મને હજી પણ અસલી લાગતી નથી. તે ઘણો શાંત સ્વભાવનો છે. મોચીના આ ફિચરને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સામેલ કરવામાં આવ્યું છે.

જ્યારે રેકોર્ડ બુકના એડિટર ઇન ચીફ ક્રેગે કહ્યું કે, અમારા પરિવારમાં મોચીની સૌથી લાંબી જીભના રેકોર્ડ તોડવાનું અમે સ્વાગત કરીએ છીએ.