સ્ટાર પ્લસની ‘સાથ નિભાના સાથિયા’ સીરિયલમાં ગોપીનું પાત્ર ભજવતી દેવોલિના ભટ્ટાચાર્ય હવે ગાયિકા બની ગઈ છે. તેણે જન્માષ્ટમીના પર્વ પર પોતાના આલ્બમને લોન્ચ કર્યો હતો. દેવોલિનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર આ ગીત પોસ્ટ કર્યુ હતુ. આ આલ્બમમાં તે કૃષ્ણભક્તિના ગીત ગાતી જોવા મળી રહી છે.

દેવોલિનાએ જણાવ્યું હતુ કે તે કાન્હાજીના જન્મદિવસે પોતાની નવી કારર્કિદીની શરૂઆત કરવા માંગતી હતી, તેણે પહેલું ગીત પણ કૃષ્ણ ભગવાન પર જ ગાયુ છે. ગાયિકા તરીકે પોતાનુ ગતી રજૂ કરનાર દેવોલિના અત્યંત ખુશ જણાય છે.

તેણે પોતાની કૃષ્ણભક્તિ વિશે જણાવ્યુ હતુ કે તે નાનપણથી કૃષ્ણ ભગવાનની વાર્તાઓ સાંભળીને મોટી થઈ છે. તે ભગવાન કૃષ્ણની ભક્ત છે અને સૌભાગ્યથી તેની સીરિયલમાં પણ તેનુ પાત્ર કૃષ્ણભક્તનું જ હતુ. તો જોઈ લો તમે પણ ગોપીનું ગાયેલુ આ ગીત.