આજનાં સમયમાં નવયુવાન કપલોને પહેલેથી જ એકબીજાની અપેક્ષાઓને લઇ પ્રશ્નો ઉભા થતાં હોય છે. ને એવામાં જો સંબંધો પર ઘરનું વાસ્તુશાસ્ત્ર હાવી થઇ જાય તો સ્થિતિ વધુ બગડી શકે છે. તો જાણો આ કપલનો રૂમ ક્યાં હોવો જોઇએ.

કપલનાં બેડરૂમની એક ખોટી દિશા કપલ માટે બની શકે છે કંકાસનું કારણ. કેમ કે ક્યારેક લગ્ન બાદ તુરંત જ પતિ-પત્નીમાં ઝઘડાઓ ઉભા થતાં હોય છે. અને એનું કારણ બેડરૂમની વાસ્તુશાસ્ત્ર મુજબ ખોટી દિશા હોવી તે હોઇ શકે છે.

જો નવયુવાન કપલે પોતાનાં વચ્ચે થયેલ કંકાસને રોકવા વાસ્તુશાસ્ત્રનું ધ્યાન રાખવું જરૂરી છે. કેમ કે વાસ્તુશાસ્ત્ર એવું માને છે કે દંપતીનો જો બેડરૂમ ખોટી દિશામાં હોય તો જીવનશૈલી અનિયમિત બની શકે છે. આથી ઉત્તર દિશામાં હોવો જોઇએ કપલનો સુહાગરાતનો બેડરૂમ. કપલનો બેડરૂમ વાયવ્ય અને ઉત્તર દિશામાં હોવો જોઇએ કેમ કે આ દિશાને વાસ્તુશાસ્ત્ર મુજબ શુભ માનવામાં આવે છે.