શાહપુર દરવાજા બહાર આવેલી મ્યુનિ. સ્કૂલમાં સાડા સાત વર્ષની બાળા રિચા (નામ બદલ્યું છે) ધો-૩માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. ગત શનિવારે સવારે રિચા સવાર સ્કૂલમાં ગઈ હતી અને બપોરે ઘરે પરત ફરી હતી.

દરમિયાન રિચાની માતાએ તેનો યુનિફોર્મ ધોવા માટે લીધો ત્યારે તેમાં ડાઘ જોવા મળતાં કશુંક અમંગળ થયાનું માલૂમ પડયું હતું તેથી યુનિફોર્મ ધોયો નહોતો. જ્યારે બીજા દિવસે સ્કૂલમાં ગયેલી રિચા બપોરે ઘરે આવી ત્યારે તેની ચડ્ડી ઉપર બહારના ભાગે સફેદ ડાઘ જોવા મળ્યાં માતા ચોંકી ઊઠી હતી. માસૂમ બાળા સાથે કશુંક અજગતું બન્યું હોવાની શંકા પ્રબળ બનતાં માતાએ બાળાને આ વિશે પૂછતાં પારેવાની જેમ ફફડતી બાળાએ રડતાં રડતાં

જણાવ્યું હતું કે, સ્કૂલમાં મને સુનિલ સર ઉપરના માળે લઈ ગયા હતા અને રૂમ બંધ કરી મારી ચોટલી ખેંચી ધમકાવતા હતા અને મારા ગુપ્ત ભાગમાં શારીરિક અડપલાં કરતા હતા. બાળાના કેફીયતથી માતાને ધ્રાસ્કો પડયો હતો અને શિક્ષકની કરતૂતને ખુલ્લી પાડવા માટે માતા બાળાને લઈ ફેમિલી ડોક્ટર પાસે દોડી ગઈ હતી.