મોરબી રોડ પરની મારવાડી યુનિવર્સિટીમાં એમ.બી.એ. ફેકલ્ટીના પ્રોફેસર સિરાજ હુશેન બ્લોચ ઉ.વ.૩૩ ને પુર્વ છાત્રા પર બળાત્કાર ગુજાર્યાના ગુનામાં ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને અન્ય છાત્રાઓને પણ ફસાવી હોવાના ફરિયાદમાં મુકેલા આક્ષેપ, આરોપ વીશે પોલીસે તપાસ આરંભી છે.

પ્રોફેસર સિરાજે છાત્રાને પત્ની સાથે ફિઝિકલ રિલેશન નથી. સહિતની વાતો કરીને લાગણીમાં ફસાવી હતી. જાળમાં આવેલી છાત્રાને વ્યવસાયિક પાર્ટનરશીપના નામે મુંબઈ લઈ ગયો હતો ત્યાં હોટલમાં બળાત્કાર ગુજાર્યો ત્યારબાદ રાજકોટની હોટલમાં તથા ઘરે લઈ જઈને શારિરીક સુખ માણ્યું હોવાની લગ્નની લાલચે દેહ પીંખ્યા બાદ લગ્ન ન થાય તારા જેવી તો કેટલીયે આવી તું કેમ કુદકા મારે છે કહીં છાત્રાને તરછોડી દીધી હતી.

છાત્રાએ નોંધાવેલી ફરિયાદના પગલે મહિલા પોલીસે ગઈકાલે પ્રોફેસર સિરાજની ધરપકડ કરી મુંબઈ તપાસ અને અન્ય કંઈ યુવતીઓને ફસાવી સહિતના મુદ્દે સિરાજને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે રજુ કરાતાં અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.