આ વાંચીને થોડુ અટપટુ લાગે તે સ્વાભાવિક છે પરંતુ, આ કોઇ ગપગોળા નથી પણ આ ખરેખર સાચી વાત છે. ચીનમાં એક ભિખારી ભીખ માંગીને દર મહિને એક લાખ રૂપિયા કમાય છે. ઉપરાંત દર મહિને એક કાર પણ ખરીદે છે.

સામાન્ય રીતે ભિખારીનું નામ સાંભળતાની સાથે જે આપણને તેની હાલત પર દયા આવે છે પરંતુ, ચીનમાં એક ભિખારી એવો છે, તેને કોઇ દયાની જરૂર નથી. ભીખ માંગી માંગીને તેણે બીજિંગમાં બે માળનું ઘર પણ બનાવી લીધું છે.

બીજિંગના માર્ગો પર ભીખ માંગનાર આ ભિખારી પોસ્ટ ઓફિસમાં પણ પૈસા જમા કરાવે છે. આ સાથે પૈસા ગણવામાં મદદ કરનારાઓને ટિપ પણ આપે છે. તેની દર મહિનાની કમાણી લગભગ એક લાખ રૂપિયા છે અને પોતાના બાળકોને શહેરની સૌથી મોટી સ્કૂલમાં ભણાવે છે. ભીખ માંગનાર આ ભીખારી રાતોરાત લખપતિ બની ગયો છે.