ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને લાંબા સમય સુધી સસ્પેન્ડ કરવાના વિધાનસભાના અધ્યક્ષના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અધ્યક્ષનો નિર્ણય નિયમ વિરૃદ્ધ અને ગેરબંધારણીય હોવાની દલીલ સાથે કોર્ટની દાદ માગવામાં આવી છે.

આ રિટની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી સંભાવના છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ સર્જાતા ભારે હોબાળો સર્જાયો હતો. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર, સાવરકુંડલાના ધારસભ્ય પ્રતાપ દૂધાતને ત્રણ વર્ષ માટે અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.

1 / 3
સંપૂર્ણ લેખ વાંચવા માટે...