ટ્રેનમાં લાંબી યાત્રા કરનાર યાત્રીઓ માટે ફ્લાઈટ જેવી સુવિધા આપવામાં આવશે. રેલવેએ ટ્રેનમાં મફત વીડિયો કન્ટેન્ટ બતાવવાનો નિર્ણય લીધો છે. આ માટે રેલવેએ પ્રાઈવેટ કંપનીઓ પાસે એપ્લિકેશન મંગાવી છે જેઓ વીડિયો બતાવવામાં રસ ધરાવતા હોય.

તેના માટે વાયાકોમ 18, હંગામા, ઝી ગ્રુપ અને શેમારૂએ એપ્લિકેશન મોકલી છે. કંપનીઓ હિન્દી, અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ વીડિયો કન્ટેન્ટ બતાવી શકશે. જેમાં ટીવી શો, ફિલ્મો અને ગીતોનો સમાવેશ થાય છે.

આ માટે યાત્રીઓએ કોઈ મુશ્કેલીભર્યા પગલાં ઉપાડવાની જરૂર નથી. રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી વીડિયો-ઓન-ડિમાન્ડ સર્વિસનો ઉપયોગ કરવા યાત્રીઓ જ્યારે યાત્રા કરી રહ્યા હોય ત્યારે રેલવેના WiFi સાથે કનેક્ટ થવાનું રહેશે અને ત્યારબાદ નેટવર્ક પર લોગઈન કરી તમામ ફિલ્મો, ગીતો અને ટીવી શોની મજા માણી શકાશે.