કેન્ટ રેલવે સ્ટેશન નજીક નિર્માણાધિન ફ્લાઈઓવરનો એક હિસ્સો તૂડી પડતા 19 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકોની જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. હજુ કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. જ્યારે હજૂ પણ કેટલાક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

જે વખતે દુરઘર્ટના બની તે વખતે ત્યાં ઘણી ભીડ હતી. અત્યાર સુધી પિલર નીચે દબાયેલા વાહાનો અંદરથી 18 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. રાહત અને બચાવકાર્યમાં લાગેલી એનડીઆરએફની ટીમ અનુસાર મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. જાણકારી અનુસાર વારાણસી કેન્ટ રેલવે સ્ટેશન પાસે એક ફ્લાઈઓવર બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. આ બ્રિજનો એક હિસ્સો તૂડી પડતા કેટલાક વાહનો પણ દબાઈ ગયા છે.

વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર છે. સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને સંભવિત મદદ કરવાનો ભરોસો આપ્યો છે. નાયબ સીએમ કેશવ પ્રસાદ મોર્ય અને મંત્રી નીલકંઠ તિનારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે.